કોલેજ પછીના દિવસો

                                કોલેજ કાળ અટલે એવો કાળ કે જેમાં યુવાની ઝળકતી હોય અને સાદાઈ માથી એ યુવાન ફેશન અને થોડા વ્યસન તરફ વળતો આ કાળ કે જેમાં મુક્ત પણે જીવી શકો કોઈપણ જાત ની ટકોર વિના અંગ્રેજી માં કહીયે તો life of freedom પણ આ સમય પછી જે સૌથી અઘરો સમય છે એ છે કોલેજ પછીના દિવસો...મે પણ મારી કોલેજ ની જિંદગી ભાવનગર પાસે સિદસર ગામમાં (ભાવનગર થી 5km દૂર) શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ માં ને સિદસર ગામ માં ચાર વર્ષ પૂરા કર્યા.ભણતા હોય ત્યાં સુધી મોજ થી ફરતા હોય છે હેય ને મોડા મોડા ઉઠતાં ,માંડ માંડ કરીને ખાલી હાજરી પુરાવા માટે કોલેજ જતાં બાકી લેક્ચર માં તો હરામ જો કઈ ખબર પડે તો બધુ ઉપર થી જાય ને કોલેજ ની કેન્ટીન પાસે તો બિસ્ટોલ ના તો ઠૂઠે ઠૂઠા નો ઉકરડો હોય એમ પડ્યા હોય.રાતે મોડે મોડે સુધી ચા ના ગલ્લે ટહેલતા ને ગપ્પાં મારતા ને ઘરે થી પૈસા આવતા એતો હોટેલ માં જમવા માં અને ફિલ્મ જોવા માં જ એકાદ અઠવાડીયા માં વાપરી નાખતા અને પછી નામું રાખતા અને નામા ઉપર જ હાલે રાખતું આપડું ગાડું અને પૈસા ની તો ખોટ બહુ પડતી હતી હજી હમણાં જ થોડાક ટાઈમ પેલા જ મારૂ નામું ભર્યું માંડ માંડ પૂરું થયું .ફુલ જોશ થી આનંદ કરતાં ને પરીક્ષા આવતી તોય જેવુ તેવું વાચીને લખીને આવતા રેતા પણ તોય ધાર્યા કરતાં તો સારું પરિણામ મળ્યું છે અને વાયવા માં તો એક બીજાના ના મોઢા જોયા કરતાં સાહેબ સવાલ પૂછે તો ફટ લેખાનું ડોકું હલાવી ને ના પાડવા માં જરાક પણ અચકતા નહીં પણ હવે ના શિક્ષકો પણ સમજી ગ્યાં છે ઍટલે એ પણ એમને કઠિન સવાલ ની જ્ગ્યા એ પાધરું એમ જ પૂછે કે તને આવડતું હોય એ બોલ..એમાય સુંદર સુંદર હિરોઈન(છોકરીઑ) ને જોવા તો અલગ પાળી ની વ્યવસ્થા હતી કે જેમાં હિરોઈન કોલેજ માં દાખલ થાય તરત જ દર્શન કરી લેતા..અને એ પાળી તો લડધાથી ફૂલ ભરેલી જ રેતી કાયમ ની માટે.ટૂક માં કહું તો ક્લાસ માં મસ્તી,લેક્ચર માં ગૂલ્લી મારી ને ક્રિકેટ રમવું ને ફિલ્મ જોવું ,ઉજાગરો કરી ને છેલ્લી ઘડી એ અસાઇન્મેટ લખવા એતો જન્મસિદ્ધ અધિકાર હોય એમ માનતા
મિત્રો સાથેની એક તસવીર

                                         કોલેજ ના ચાર વર્ષ માં ચાર પાંચ તો રૂમ બદલી નાખ્યા હતા છેલ્લે તો રૂમ ગોતવો મુશકેલ પડી જતો પણ એ આખી મજા જ કઈ અલગ હતી અને મિત્રો જ્યારે કોલેજ પૂરી થાય છે ત્યારે સૌ મિત્રો ભાઈબંદ દોસ્તો બેનપણી બધા એક બીજાના રસ્તા અને એકબીજાના ટાર્ગેટ તરફ જતાં હોય છે પછી તો કોણ ક્યાં છે ઇ તો મારો ભગવાન જાણે કારણ કે સ્વાર્થ રૂપી આ દુનિયા માં સૌ નૌકરી માટે ભટકાતાં હોય છે એકબીજા ની હરીફાઈ ની દુનિયા માં મિત્ર મિત્ર ને ટક્કર મારે છે આ અનુભવ બોલે છે મિત્રો મે જ્યારે મારૂ એન્જીનિયરીંગ પૂરું કર્યો ત્યારે તો કઈક સગા સબંધી અને મિત્રો ને કીધું નૌકરી માટે પણ બધા હાહાહા થઈ જસે એમ કહીને બધા થોડો હિમ્મત આપતા પણ કોઈ થી કઈ થયું નહીં અને બહુ બધી મેહનત નૌકરી મેળવવા પણ કયાય સેટ ના થયું 1 વર્ષ તો એમનામ ઘરે બેઠો રહ્યો ...ત્યારે સમજાયું કે હાહરું ભણીને પણ બહુ ઝ્ધ્ધ્મારી તો છે જ આજે 1 જ્ગ્યા માટે 5000 અને 10000 તો અરજી આવે છેએમાય સાવ નિચોવીને લે છે એ આજ ની બેરોજગારી કેટલી છે એ દેખાડે છે હમણાં જ તલાટી ભરતી બહાર પડી 14 લાખ એપ્લીકેશન આવી કેવી બેરોજગારી કેવાય મિત્રો વિચાર તો કરો .....પણ બહુ મેહનત ને અંતે મે અહિયાં સુરેન્દ્રનગર માં એક કારખાના માં સુપરવાઈઝર ની જોબ મળી એમાં પણ 6000 પગાર અને 12 કલાક ની નાઇટ જોબ મે તો કઈ હતું નહીં આટલે સ્વીકારી તો લીધી પણ ત્યાં મે બહુ સંઘર્ષ કર્યો પણ હું ટકી સકયો નહીં અને 3 મહિને મે નૌકરી મૂકી દીધી...ત્યાર બાદ તો મે વિચાર્યું કે હવે વઢવાણ મૂકવું જ છે ગમે તે થાય પછી તૈયારી કરી ત્યાં રાજકોટ થી સીસીટીવી કેમેરા ની કંપની માથી ફોને આવ્યો આટલે બનદા તો રાજકોટ ચાલે શરૂઆત માં તો નૌકરી કરી મજા આવી પણ એક અઠવાડીયા પછી જે નૌકરી મે કરી છે કઈ સવાર ના 6 વાગ્યે નીકળી જય રાજકોટ થી અને થાન અને મોરબી માં બાવા ની જેમ રખડતા રખડતા સર્વિસ કરવા નીકળી પડતાં અને 30 30 ફૂટ ઊંચા ઘોડા પર ચડીને અને એક હાથ માં ડ્રિલ અને એક હાથ માં કેમેરો લઈ ને જે કઈ જીવના જોખમે કૅમેરા ઇન્સ્ટોલ કર્યા છે પણ એ જીવના જોખમે કામ કરવાની મજા જ કઈ ક અલગ છે મિત્રો  અને રાતે 11 વાગ્યે રાજકોટ રૂમ પર આવતા  પથરી પડતાં ભેગી ઊંઘ આવી જતી અને ત્યારે ખબર પડી કે પૈસો ક્માવો કઈ નાનીમાંના ખેલ નથી...

                                    એમાય સર્વિસ માં તો ઉપર થી સાહેબ નું સંભાડવાનું અને કસ્ટમર  પણ મનફાવે તેમ આપડી હારે બોલે આટલે આપડો તો મરો  ખરેખર મજૂર ની જેમ નૌકરી કરી છે પણ એમાથીય બંદા ને કઈક નહીં પણ ઘણું બધુ સિખવા મળ્યું એના થી મને અફસોસ નથી પણ જિંદગી માં મેહનત જ સફળતા નું બીજું નામ છે અને એ મે ઘણી વાર અનુભવ્યું છે મેહનત કરતાં રહો અને ફળ એની જાતે જ ઉપર વાળો તમને આપસે અને ત્યાં માનસિક ત્રાસ એટલો હતો કે કંપની મૂકવાનું વિચારી પાછો હું વઢવાણ આવતો રહ્યો અને પછી તો મારા માટે હવે એકેય બાજુ રસ્તા દેખાતા ના હતા હવે મને તો ચારેય બાજુ અંધારું અંધારું જ દેખાતું હતું પણ પણ અંતે તો ઈશ્વર ની કૃપા થઈ અને પાછું વઢવાણ માં તો રેવાનો મોહ બહુ વધારે કારણ કે મોટા સિટિ માં 10X10 ની રૂમ માં રેવું અને બહાર ના રોટલા ખાવા એના કરતાં 200 વાર ના ઘરના ઘર માં રહીને ઘર ના રોટલા ખાવાની મજા જ અલગ છે એટ્લે જ મને તો વ્હાલું મારૂ વઢવાણ હો એમાય ઝાલાવાડ...ભલે ગમે એવું હોય પણ ઝાલાવાડ ઇ ઝાલાવાડ હો ભાઈ 

To Be Continue…….

Comments

Post a Comment

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ