Posts

Showing posts from March, 2015

લોકગીત

Image
આપણા મલક ના લોકો દ્રારા ગવાયેલુ લોકગીત....જેની માલીપા હાલાર વઢીયાર પાંચાળ નુ વર્ણન હે.... ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લેરીડા! હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝૂંપડી, એ લેરીડા! આવતાં જાતાનો નેડો લાગ્યો રે, અરજણિયા! ભેંસુ તારી ભાલમાં, ઘાયલ! રે ભેંસુ તારી ભાલમાં, એ લેરીડા! પાડરું પાંચાળમાં ઝોલા ખાય રે, અરજણિયા! ગાયું તારી ગોંદરે, ઘાયલ! ગાયું તારી ગોંદરે, એ લેરીડા! વાછરું વઢિયારમાં જોલા ખાય રે, અરજણિયા! પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા, એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા! ચીતું રે લગાડ્ય મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા, એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા! બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું કડીઉં, એ લેરીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા! ખંભે તારે ખેસડો, ઘાયલ! રે ખંભે તારે ખેસડો, એ લેરીડા! તેદુંનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા! રૂપાળીને મોઇશ મા, ઘાયલ! રે રૂપાળીને મોઇશમા, એ લેરીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે,અરજણિયા! કુંવારીને મોઇશ મા ઘાયલ! કુંવારીને મોઇશ મા, એ