Posts

Showing posts from February, 2014

કોલેજ પછીના દિવસો

Image
                                કોલેજ કાળ અટલે એવો કાળ કે જેમાં યુવાની ઝળકતી હોય અને સાદાઈ માથી એ યુવાન ફેશન અને થોડા વ્યસન તરફ વળતો આ કાળ કે જેમાં મુક્ત પણે જીવી શકો કોઈપણ જાત ની ટકોર વિના અંગ્રેજી માં કહીયે તો life of freedom પણ આ સમય પછી જે સૌથી અઘરો સમય છે એ છે કોલેજ પછીના દિવસો...મે પણ મારી કોલેજ ની જિંદગી ભાવનગર પાસે સિદસર ગામમાં (ભાવનગર થી 5km દૂર) શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ માં ને સિદસર ગામ માં ચાર વર્ષ પૂરા કર્યા.ભણતા હોય ત્યાં સુધી મોજ થી ફરતા હોય છે હેય ને મોડા મોડા ઉઠતાં ,માંડ માંડ કરીને ખાલી હાજરી પુરાવા માટે કોલેજ જતાં બાકી લેક્ચર માં તો હરામ જો કઈ ખબર પડે તો બધુ ઉપર થી જાય ને કોલેજ ની કેન્ટીન પાસે તો બિસ્ટોલ ના તો ઠૂઠે ઠૂઠા નો ઉકરડો હોય એમ પડ્યા હોય.રાતે મોડે મોડે સુધી ચા ના ગલ્લે ટહેલતા ને ગપ્પાં મારતા ને ઘરે થી પૈસા આવતા એતો હોટેલ માં જમવા માં અને ફિલ્મ જોવા માં જ એકાદ અઠવાડીયા માં વાપરી નાખતા અને પછી નામું રાખતા અને નામા ઉપર જ હાલે રાખતું આપડું ગાડું અને પૈસા ની તો ખોટ બહુ પડતી હતી હજી હમણાં જ થોડાક ટાઈમ પેલા જ મારૂ નામું ભર્યું માંડ માંડ પૂરું થયું .ફુલ