Posts

Showing posts from August, 2012

વર્ધમાન પુરી

"વારૃ શહેર વઢવાણ,ભાગોળે ભોગાવો વહે; ભોગવતો ખેંગાર રાણ,ભોગવ ભોગાવા ધણી:|| વઢવાણ એભલ વસે,લે સમીપ બે લાખ; ભાલે ઇરાની ભંજીયો,સુરજ પુરે શાખ:|| નળકાંઠા નાસી મરે,સાભર કાંઠા સ્ત્રોત; દિલ્હી લગી દેહોત,પાળ ભરે તને પીથળા:||"

વઢવાણ

"કહી રહયા છે ઇતિહાસ અદભુત જેના પ્હાણે પ્હાણ વતન જેટલુ વ્હાલુ લાગે મને આ વઢવાણ"                                                                                                           ચીફ ઓફિસર-વઢવાણ   વઢવાણ ભોગાવા નદી ના કિનારે આવેલુ એક વિકસીત  તાલુકો અને રજવાડુ છે.વઢવાણ ની માત્ર આંખ નહી ,અતરની પણ ઓળખાણ કરવા જેવુ નગર છે.ભગવાન મહાવીર સ્વામી ના પગલા થી વર્ધમાનપુર બનેલુ આ નગર બે-અઢી હજાર વર્ષ પુરાણુ છે.અહીનો ગઢ ,અહીંના પ્રાચીન સ્મારક,આ નગર નો ઇતિહાસ,અહીંની માટી ન જન્મેલા રત્નો ,અહીંના રાજવીઓ આ બધા વિષે જે જાણવા મળ્યુ છે તે ખરેખર આંખ ને આંજી નાખે અને અંતર ને ભીંજવી દે એવુ છે.                   વઢવાણ નો મુળ ઇતિહાસ એવો છે કે કોઇ ધનદેવ નામનો વેપરી પાંચસો ગાડા સહિત ભોગાવો ઉતરી રહ્યો હતો.એ વખતે એક બળદ થાકી ગયો.ધનદેવે ગામમાંથી બે સારા માણસો ને બોલાવી ,બળદની સાર સંભાળ માટે પૈસા આપીને એ બળદ સોંપી દીધો.ધનદેવ તો ચાલ્યો ગયો પણ એ બંન્ને માણસ લાલચુ હોવાથી બળદ ની દરકાર ન કરી.બળદ ભુખે-તરસે મરી ગયો અને "શુલપાણદેવ" થયો....એણે ગામ ઉપર મરકીનો કોપ મુક્યો ...માણસો અને જનાવર ટપોટપ