Posts

Showing posts from December, 2012

નરેન્દ્ર મોદી-ગુજરાત નો સાવજ

Image
જેનું નામ ગુજરાત ની 6 કરોડ જનતા હૈયે હૈયે હોય એવા લોકપ્રિય નરેન્દ્ર મોદી ના વ્યક્તિગત જીવન ની થોડી વાત કરવી છે                          નરેન્દ્ર મોદી જેમનું પૂરું નામ નરેન્દ્રભાઈ  દામોદરદાસ મોદી જેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબ માં  17 સપ્ટેમ્બર 1950 ના રોજ મેહસાણા જીલ્લા ના વડનગર ખાતે થયો હતો .તેમના પિતા દામોદરદાસ મુલચંદ જેઓં નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા અને માતા હીરાબા ગુર્હિણી હતા .મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી.                       નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.