Posts

Showing posts from March, 2013

ધન્ય છે એ દાજીરાજસિંહજી

Image
                            બીજો એક પ્રસંગ છે રાજા રજવાડા ના ઠાકોર સાહેબ પોતાની રૈયત ની કેટલી ચાહે છે એની આજે   હું તમને જે વાત કેવાનો છે છું એ છે વઢવાણ. આ ગામ સુરેન્દ્રનગર જીલ્લા થી 2 3 ગાવ દૂર છે .વઢવાણ એક ઐતિહાસિક અને બહુ પ્રાચીન રજવાડું છે જે દી જામનગર નો જન્મ હતો જેદી નોતા મોરબીના મહેલ ત્યારે આ વઢવાણ વાત થી ઊભો હતું .એનું જૂનું નામ વર્ધમાનપૂરી છે. વઢવાણ નો રાજ-મહેલ                                                                                                                             આ ઝાલાવાડ તરીકે જાણીતા પ્રદેશમાં  જૈન , રાજપૂત , દરબાર , બ્રામણ , સતવારા , માળી , સોમપુરા , હરીજન , સોની , મુસ્લિમ , ખોઝા , વોરા , ભરવાડ , રબારી જેવી જુદી જુદી જ્ઞાતિ અહી વસે છે.અહી આજે જે સુરેન્દ્રનગર છે ત્યાં પેલા વઢવાણ ના કેમ્પ રાખવામા આવતો અટલે આજે પણ અહી આજુબાજુ ના ગામડા વાળા હટાણું કરવા આવે એટ્લે એમ કે છે કે ચાલો કાંપ માં જઇએ મૂળ કાંપ એટલે આજ નું સુરેન્દ્રનગર અને ઇ સુરેન્દ્રનગર નું નામ પણ વઢવાણ ના રાજા સુરેન્દ્રસિંહજી ના નામ પરથી રાખવામા આવ્યું છે થોડાક વર્ષો પેલા ની વાત છે વ

ઝાલાવાડ ની ખાનદાની

Image
લીંબડી ના ઠાકોર સાહેબ જસવંતસિંહજી                      આજે ઝાલાવાડ ના રાજા રજવા ડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે                   આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી પડી જસે ,પંચ મહાભૂત માં મળી ભસ્મીભૂત થઈ ને રાખ થઈ ઊડી જસે પણ દાતારી ના , ભક્તિ ના , માનવતા ના , સૂરવિરતના જે ચિત્રો જગત ના ચોક માં જે દોરી ને વઇ ગ્યાં ને ઇ ચીતરો કોઇદી પડવાના નથી કે કોઇદી ભુસાવાના નથી પણ એવા વિરવર પુરુષો ને , સતીયોને , જતીયોને , સુરાઓ અને સંતો ને કવિ એમ કે છે માણસ મરી જાય પછી પાંચ દિવસે કે પંદર દિવસે કે વર્ષે કે બે વર્ષે વર્ષો ના વાણાં વીતી જાય ત્યારે પરિવાર ભૂલી જાય પુત્ર ભૂલી જાય માં બાપ ભૂલી જાય પણ કવિ ની ચિભે જે માણહ ચડી જાય ઇ તો બાપ કાયમ ની માટે અમર બની જાય છે એટ્લે કવિ લખે છે કે " અમર થવા ની ઔષધિ કા કવિયા કા કિરતાર  એક અમરાપર ઉધરે ને બીજો નવખંડ રાખે નામ..               દુનિયા નો કોઈ પણ વૈધ કે ભારતવર્ષના મહાન માં મહાન વૈધ એમાના એક પણ ઋષિ પાસે એવી દવા નથી કે તમને અમર બનાવી શકે પણ અમર થવા ની ઔષધિ કા તો કવિ તમને કવિતા મ

મારા વિશે

Image
નામ ખાંદલા જયેશ ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ મોહનભાઈ           આગળ યાદ નથી જેની નોધ લેસો.   જન્મ ૧૭-૧૦-૧૯૯૧ ના રોજ ગુજરાત ના સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા ના વેળાવદર ગામે થયો હતો મરણ તારીખ હજી નક્કી નથી જન્મ તારીખ માંડ માંડ મળી.   અભ્યાસ                         આ ઉપર દેખાય ફોટો માં ઇ હું જ છું કોઈ ભૂત બુત કે કોઈ ચંબલ ડાકુ નથી કોઈ બીતા નહી.ઇંગ્લીશ માં બહુ ટ્પ્પા નથી પડતાં ઉપરથી જાય છે અટલે ગુજરાતી માં લખવું પડે છે આમ તો અભ્યાસ કરવો ગમતો નહીં એટ્લે પ્રાથમિક શિક્ષણ તો અહી વઢવાણ ની એલ.એમ.શેઠ પ્રાથમિક શાળા માં જ લીધું એમાય નિહાળ માં બે જણા ટિંગા ટોળી કરીને મૂકવા આવે ત્યારે તો નિહાળે પોચતો હતો અને એમય ક્યારેક ક્યારેક વંડીયું ઠેકીને પાછા ઘરે તો નોટા જતાં પણ ક્રિકેટ નો શોખ હોવાથી બેટ દડે રમતા.હરામ જો કોઈ દી સરખી રીતે ક્લાસમાં ભણ્યા હોય તો સળીયુ કરવામાં થી જ ઊંચા નતા આવતા.કોઈદિ પરિણામ માં ૫૦ બોર્ડર તો પાર થઈ જ નથી મને તો એમકે જો ફેલ થયા તો તો નક્કી બાપા રન્ધો અને ચુનાડિયું પકડાવી દેસે પણ એવી પરસ્થિતિ શિક્ષકો ની દયા થી આવી નહીં                       ત્યા