Posts

Showing posts from November, 2016

કરીયાવર - ઝવેરચંદભાઈ મેઘાણી

" કરીયાવર " - ઝવેરચંદભાઈ મેઘાણી છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!" "ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય." "અરે, બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઇ ! એકેએક ચીજ ઉતારી લે, મેંથી એ નહિ જોયું જાય, બેટા ! મને એ માંડ્ય ચાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે." નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે, માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે, સાત ખોટની એક જ દીકરી હીરબાઇને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઇ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના-જે કાંઇ પિતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઇ રહ્યા છે. "હાઉં બાપુ! હવે બસ કરી જાઓ." હીરબાઇએ આડા હાથ દીધા. "પણ હું મેલું કોના સાટુ !! બ