Posts

મારા વિશે

Image
નામ ખાંદલા જયેશ ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ મોહનભાઈ           આગળ યાદ નથી જેની નોધ લેસો.   જન્મ ૧૭-૧૦-૧૯૯૧ ના રોજ ગુજરાત ના સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા ના વેળાવદર ગામે થયો હતો મરણ તારીખ હજી નક્કી નથી જન્મ તારીખ માંડ માંડ મળી.   અભ્યાસ                         આ ઉપર દેખાય ફોટો માં ઇ હું જ છું કોઈ ભૂત બુત કે કોઈ ચંબલ ડાકુ નથી કોઈ બીતા નહી.ઇંગ્લીશ માં બહુ ટ્પ્પા નથી પડતાં ઉપરથી જાય છે અટલે ગુજરાતી માં લખવું પડે છે આમ તો અભ્યાસ કરવો ગમતો નહીં એટ્લે પ્રાથમિક શિક્ષણ તો અહી વઢવાણ ની એલ.એમ.શેઠ પ્રાથમિક શાળા માં જ લીધું એમાય નિહાળ માં બે જણા ટિંગા ટોળી કરીને મૂકવા આવે ત્યારે તો નિહાળે પોચતો હતો અને એમય ક્યારેક ક્યારેક વંડીયું ઠેકીને પાછા ઘરે તો નોટા જતાં પણ ક્રિકેટ નો શોખ હોવાથી બેટ દડે રમતા.હરામ જો કોઈ દી સરખી રીતે ક્લાસમાં ભણ્યા હોય તો સળીયુ કરવામાં થી જ ઊંચા નતા આવતા.કોઈદિ પરિણામ માં ૫૦ બોર્ડર...