મારા વિશે


નામ
ખાંદલા જયેશ ઘનશ્યામભાઈ ઠાકરશીભાઈ મોહનભાઈ 
        આગળ યાદ નથી જેની નોધ લેસો. 
જન્મ
૧૭-૧૦-૧૯૯૧ ના રોજ ગુજરાત ના સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા ના વેળાવદર ગામે થયો હતો મરણ તારીખ હજી નક્કી નથી જન્મ તારીખ માંડ માંડ મળી.

 
અભ્યાસ
                        આ ઉપર દેખાય ફોટો માં ઇ હું જ છું કોઈ ભૂત બુત કે કોઈ ચંબલ ડાકુ નથી કોઈ બીતા નહી.ઇંગ્લીશ માં બહુ ટ્પ્પા નથી પડતાં ઉપરથી જાય છે અટલે ગુજરાતી માં લખવું પડે છે આમ તો અભ્યાસ કરવો ગમતો નહીં એટ્લે પ્રાથમિક શિક્ષણ તો અહી વઢવાણ ની એલ.એમ.શેઠ પ્રાથમિક શાળા માં જ લીધું એમાય નિહાળ માં બે જણા ટિંગા ટોળી કરીને મૂકવા આવે ત્યારે તો નિહાળે પોચતો હતો અને એમય ક્યારેક ક્યારેક વંડીયું ઠેકીને પાછા ઘરે તો નોટા જતાં પણ ક્રિકેટ નો શોખ હોવાથી બેટ દડે રમતા.હરામ જો કોઈ દી સરખી રીતે ક્લાસમાં ભણ્યા હોય તો સળીયુ કરવામાં થી જ ઊંચા નતા આવતા.કોઈદિ પરિણામ માં ૫૦ બોર્ડર તો પાર થઈ જ નથી મને તો એમકે જો ફેલ થયા તો તો નક્કી બાપા રન્ધો અને ચુનાડિયું પકડાવી દેસે પણ એવી પરસ્થિતિ શિક્ષકો ની દયા થી આવી નહીં

                      ત્યાર બાદ હાઈસ્કૂલ માં આવ્યા આટલે થોડીક ભણવાની લગન લાગી ને ગાડી પાટો પકડે એમ મે મારી ભણવામાં ગાડી ને પાટે ચડાવી ત્યાર બાદ બોર્ડ માં થોડાક રેન્જ બહાર નું પરિણામ આવી ગયું ત્યાં તો બે કુદકા માર્યા ને ત્રીજા કુદકે સીધા ભોય તળિયે ઊભો થવાનો વેત નો રયો.પછી મહિનો તો ડોક્ટર પાહે દવા લીધી તારે ઊભો થવાનો મેળ આવ્યો ..પછી વાજતે ગાજતે પરિણામ સારું જોઈને કોઈકે સાયન્સ ભૂસું ભરાવી દીધું કે સુરેન્દ્રનગર ગ્યો ને તિરુપતિ માં અડમિસન લીધું અને પછી તો  હેય ને સુરેન્દ્રનગર થી વઢવાણ અને વઢવાણ થી સુરેન્દ્રનગર ના અપડાઉન ચાલુ...સૂર્ય તો રવિવાર સિવાય દેખાતો જ નતો એવું થઈ ગયું પછી સવારે ૬ વાગ્યે નીકળી ને રિક્ષા વાળો આવે લેવા ને એય નાની રિક્ષા માં દબાવી દબાવી ને ૮-૯ ભરી ને જતાં ને પાછો ન્તો રિક્ષા નો વીમો ન અમારો અમુક વાર તો ધક્કા ગાડી પણ કરવી પડતી.ઘાસલેટ નાખીને ગામ ગજવે જાય એવિ રિક્ષા અમુક શેરી માં જતાં તો પાડોશી કેતા કે અમારે તો અલાર્મ જેવુ થઈ ગયું ભડ ના દીકરા રિક્ષા ના અવાજ ને ઇ અલાર્મ કેતા હતા આમને મોઘવારી નડે.સવાર માં જય ને પેલા બે કલાક તો સૂઈ જતાં બેન્ચ ને ટેકો દઈ અને એમાં સાઈબ જોઈ ગ્યાં તો તો ગાલે થી શરું કરે અને ક્યાં પોંચે એનું નક્કી જ નહીં અને એમના હાથ થાકે નહીં ત્યાં સુધી ઝપટ બોલાવે અને આપડે ઇ સહન કરી લેતા ઘડીક મારે ઇ જ ને બાકી બે કલાક શાંતિ થી સુવાની જે મોજ આવતી એ આજે ઘરે ય નથી આવતી .
                           એમાય એકેય દિવસ એકે સાઈબ ઝપટ ના બોલાવે ત્યાં સુધી તો મજા નોતી આવતી .એમાય ત્યાં પરીક્ષા લે એમાં તો ભાયડો ઓપ્શન સહિત લખતો અને એના માર્ક પણ સાઈબ ને કહી કે "સાઈબ આમાં માર્ક લખવાના રહી ગ્યાં છે " આટલે એ પણ આપી દેતા એનું નામ હતું બબન સાઈબ સાચું નામ તો યાદ નથી અને એનું ડોકું હાલે આટલે આમ ૧૮૦ ની ડિગ્રી એ રોટેટ થતું રેતું .ત્યાં તો એ બે વરાહ ક્યાં પતી ગ્યાં  ખબર ય ના પડી.અને સાયન્સ નું પરિણામ સારું આવ્યું અને આ વખતે તો કૂદકો નો માર્યો પરિણામ તો આ વખતે પણ ધાર્યા બહાર નું જ હતું પણ જૂનું યાદ હતું અટલે હવે તો પગ સાવ જાય એના કરતાં એમનામ રાજી થઈ ગ્યાં. અને આમનામ અપ ડાઉન માં ૧૨ સાયન્સ મોજ મસ્તી સાથે પૂરું કર્યું.

                        પછી તો આવું સારું પરિણામ આવ્યું હોય ને ભાયડો કોઈ ના હાથ માં ઝાલ્યો રે સૌથી વધારે વિધાર્થી જતાં એ ઇ.સી માજ એડમિસન લીધું ગમે યા મળે પણ ઇ.સી નો ચસ્કો લાગ્યો હતો અટલે એમાં જ લીધું.  એડમિસન માં ય મારા બેટા આપડા ડૉક્યુમેન્ટ તો એમ ફેરવે કે જાણે ઓલા કોભાંડ ના કાગળ ને જલ્દી નિકાલ કરવાનો હોય એમ આય થી ત્યાં ત્યાં થી બીજે માંડ માંડ છ મહિના પછી સહી સલામત પાછા આવ્યા આપડે તો જીવની જેમ સાચવતા અને આમને કઈ કદર નહીં ત્યાં તો એકાદ ક્લાક માં  આ એસીપીસી વાળા એ ભાવનગર ની ટિકિટ આપી દીધી કે  હેય ને પછી તો ત્યાં ના અપ ડાઉન ચાલુ...અને સિદસર માં એક રૂમ રાખી લીધો અને ત્યાં ધીમે ધીમે રેહવા નું ચાલુ કર્યું હજુ ૨-૩ મહિના થયા ત્યાં તો યાય ભડવઇ ચાલુ થઈ અને ત્યાંથી પણ કાઢ્યા પછી છેલ્લે છેલ્લે પૂરું થતાં થતાં જ્યારે રૂમ બદલવાની જરૂર પડી ત્યારે  તો કોઈ રૂમ દેવા તૈયાર નોતું...પછી હૈ ને કોલેજ જતાં ને નો જતાં એવા માં અમુક વાર ડિટેન લિસ્ટ માં નામ આવતા અને ઇ બધુ હાલે રાખતી આપડી ગાડી અને કોલેજ ય પૂરી કરી નાખી. હવે નવરા બેઠા ગામ ની લાઈબ્રેરી મળી ગયી છે ત્યાં સવાર ને સાંજ ત્યાં કાઢીએ છી અને નોકરી ની તો ડિમાન્ડ એવી  છેને કે માર્કેટિંગ અને કોલ સેન્ટર બે ના જ ફોને આવે છે બાકી હવે સમજાય છે કે આ ભણ્યા પછી આટલી જધ્ધમારી છે અટલે આના કરતાં તો નો ભણ્યા હોય તો સાહરું  અમુક વસ્તુ કર્યા પછી સાચું બહુ પસ્તાવો થાય...  
જય સિદ્ધનાથ  

                                                                                                                           ક્રમશ







Comments

  1. ye jayesh bhai , huye EC na 6th sem ma 6u ane epan pa6o GEC bhavnagr ma. tame aavu lakhaso to amara jeva taja janmela 6okarav nu suye thase ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    kalpesh parmar request send karu 6u accept karjo

    ReplyDelete
    Replies
    1. હસે હવે જિંદગી છે આતો હાલયા રાખે સુખ ને દુખ ...આવું ના થાય તો જિંદગી જીવની મજા કેમ આવે દોસ્ત સૌ સારા વાના થઈ જસે અત્યારે થી ટેનસન લેવાની જરૂર નહીં યાર

      Delete
  2. જયેશ ભાઈ બહુ સરસ બ્લોગ બનાવ્યો છે.

    ReplyDelete
    Replies
    1. આપનો આભાર નીરવ ભાઈ .....

      Delete
  3. બહુ ખૂબ સરસ છે આપની જિંદગી ના સ્મરણો હજી આગળ ચાલુ રાખજો જયેશભાઇ

    ReplyDelete
  4. આભાર હરેશ ભાઈ ...

    ReplyDelete
  5. Are yar tu to budhijivi jeva lekhak ni jeva lekho lakhe 6. Mane maan thayi gayu.

    ReplyDelete
  6. આભાર માનવેન્દ્ર સિંહ બાપુ ,

    ReplyDelete
  7. જયેશભાઈ મુલાકાત લઈ આનંદ થયો.....

    ReplyDelete
  8. Jevu bolay evu j lakho chho, saru lakho cho bapu.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ