Posts

Showing posts from January, 2012

રામાયણ માં મંથરા નુ પાત્ર...

Image
કવિ શ્રી કાગ એમ લખે છે કે "ઋષી વિસ્વામીત્ર એ જેના જોયા હતા સઘળા જોષ તોય સીતા એ જીવન માં સંતોષ કદી ન ભાળ્યો કાગડા"||                          પણ કહેવાય છે કે ભગવાન રામ જયારે અવધ માંથી વન તરફ જવા ધીરે ધીરે ડગલા માંડયા ત્યારે માં જાનકી હારે તૈયાર થાય છે એ તો એક ઇતિહાસ પ્રદ વાત છે એ તુલસીદાસ મહાત્માં એ પણ લખ્યુ છે અનેક મહાનુભાવો એ પણ લખ્યુ છે.  પણ મારે આજ ઇ વાત કરવી છે કે ચારણો એ જે કલ્પના કરી છે અને રામાયણ ના અમુક પાત્રો ને જે અન્યાય થયો છે એની તર્કબધ્ધ ચારણો જે વાત કરી છે એના બે ત્રણ પ્રસંગ ની વાત કરવી છે એમાં એક પાત્ર મંથરા છે.  મંથરા જો અપવિત્ર હોય્,પાપી હોય ,કપટી હોય તો પેલા દ્શરથ ના દરબાર માં કૈકય ની દાસી તરીકે જ ના હોય .દશરથ નો દરબાર કે જેની ઇન્દ્ર પણ આશા કરે,જગત ના નાથ ને જેના ગળે અવતરવાનુ મન થાય એવા દરબાર ગઢ માં કોઇ દી અપવીત્ર,કપટી,પાપી દાસી ન હોય શકે.બીજી વાત ઇ કે રામે પોતાના સ્વમુખે કહેલુ છે કે સંસાર નો કોઇ પણ જીવ એક સેકન્ડ માટે મારી સન્મુખ થાય એટલે મારી દ્ર્ષ્ટી પડે એટલે એના કરોડો જન્મ ના પાપ બળી ને ભષ્મ થઇ જાય તો પછી મંથરા એ તો હજાર વખત રામ નુ મોઢુ જોયુ હસે તો તેના

માતૂભાષા

મીત્રો,આ બ્લોગ હુ ગુજરાયતી માં એટલા માટે લખુ છુ કે ગુજરાતી આપણી માતુભાષા છે.જેને માન આપવુ આપણી ફરજ છે.આ અંગ્રેજી ના જમાનામા ગુજરતી ભાષા ખોવાતી જાય છે. જિંદગી માં બે વસ્તુ કદી ભુલવી ન જોઇએ એક તો આપણી માં જગજનની,જન્મદાતા જેનુ વર્ણન કરી એ એટલુ ઓછુ પડે.અને બીજી આપણી માતૂભાષા.મને ગર્વ છે ગુજરતી મીત્રો ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષા ને ગૌરવ અપાવવા ઘણા પ્રયત્નો કરી રહા છે આ મીત્રો ને મારા તરફ થી સલામ . તો ચાલો આપણે ગુજરાતી ભાષા ને આગળ લાવવા આજ થી જ કાર્યરત થઇ. મને આશા છે કે આપ સૌ મારા આ નમ્ર્ પ્રયાસ ને વધાવી લેશો . ગુજરાતી દુનિયા ના ખુણે ખુણે વસી ગયા છે પણ ગુજરાતી ભાષા પ્રત્યે નો પ્રેમ દેશ માં હોય કે પછી વિદેશ માં એટલો જળવાય રેહવો જોઇએ. આખી દુનિયા માં ગુજરાતી બોલનાર ની સંખ્યા લગભગ ૬૫.૫ કરોડ છે અને વિશ્વ માં ૨૬ મુ સ્થાન ગુજરાતી છે.અમુક ગુજરાતી ભાષા ના પ્રકાર રજુ કરુ છુ .. ૧.મહેસાની ૨.નાગરી ૩.બોમ્બે ગુજરાતી ૪.સુરતી ૫.ચરોતરી ૬.વડોદરી ૭.અમદાવાદી ૮.પઠાણી ૯.પારસી ૧૦.ઝાલાવાડી ૧૧.સોરઠી ૧૨.હાલાડી ૧૩.ભાવનગરી મિત્રો મારી એક જ વિનંતી છે કે આ હાય અને બાય ને છોડો અને કેમ છો અને આવજો જેવા શબ્દ નો ઉપયોગ કરી

હનુમાન ચાલીસા શુ છે તેનુ વર્ણન નો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ.. શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥ ભાવાર્થ  –  શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥ ભાવાર્થ  –  હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો. જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥ ભાવાર્થ  –  હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સી

થોડુ મારા વતન વિષે.............

Image
રાજ મહેલ -વઢવાણ સ્ટેટ  સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર-વઢવાણ  ગેટ  હુ વઢવાણ શહેર નો વતની છુ કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે.ક્વી શ્રી દલપત રામ,ઝવેરચ્ંદ મેઘાણી,બચુદાન ગઢવી ,સી.યુ.શાહ્,બાબુ ભાઇ રાણપુરા જેવા ખ્યાતનામ કલાકર  કે  જેમને આખી દુનિયા માં ઝાલાવાડ નુ નામ રોશન કર્યુ છે આ ઇ ઝાલાવાડ !!!! આ સોરાષ્ટ્ર નો ગેટ છે કે જ્યાં થી સોરાષ્ટ્ર ની હદ શરૂ થાય છે.ગુજરાત ની વચે આવેલુ આ જીલ્લૉ ગુજરાત નુ હાર્ટ્ કેહવાય છે.ભારત મા સુરેન્દ્રનગર એક જૈંન સ્થાનક્વાસી માટે નુ મેઇન સેન્ટર છે જે થી આ શહેર ને વાણીક ઓનુ સીટી પણ કહેવામા આવે છે. અહીયા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે જેથી કપાસ ના ઉત્પાદન માટે આ જીલ્લો મોખરા નુ સ્થાન ધરાવે છે. સુરેન્દ્ર્નગર ના જોવાલાયક સ્થળો મા તરણેતર નો મેળો,સતી રાણક દેવી નુ મ્ંદિર ,ચામુડા માતાજી નુ મંદિર(ચોટીલા),નળ સરોવર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે. ઝવેરચંદ મેઘાણી એક રચના છે જે મને ખુબ ગમે છે. લાગ્યો કસુંબીનો રંગ - રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના  હૈયામાં  પોઢંતા  પોઢંતા  પીધો  કસુંબીનો  રંગ; ધોળાં  ધાવણ કેરી