ધન્ય છે એ દાજીરાજસિંહજી

                            બીજો એક પ્રસંગ છે રાજા રજવાડા ના ઠાકોર સાહેબ પોતાની રૈયત ની કેટલી ચાહે છે એની આજે  હું તમને જે વાત કેવાનો છે છું એ છે વઢવાણ. આ ગામ સુરેન્દ્રનગર જીલ્લા થી 2 3 ગાવ દૂર છે .વઢવાણ એક ઐતિહાસિક અને બહુ પ્રાચીન રજવાડું છે જે દી જામનગર નો જન્મ હતો જેદી નોતા મોરબીના મહેલ ત્યારે આ વઢવાણ વાત થી ઊભો હતું .એનું જૂનું નામ વર્ધમાનપૂરી છે.

વઢવાણ નો રાજ-મહેલ
                                                                                                                            આ ઝાલાવાડ તરીકે જાણીતા પ્રદેશમાં 
જૈન,રાજપૂત,દરબાર,બ્રામણ,સતવારા,માળી,સોમપુરા,હરીજન,સોની,મુસ્લિમ,ખોઝા,વોરા,ભરવાડ,રબારી જેવી જુદી જુદી જ્ઞાતિ અહી વસે છે.અહી આજે જે સુરેન્દ્રનગર છે ત્યાં પેલા વઢવાણ ના કેમ્પ રાખવામા આવતો અટલે આજે પણ અહી આજુબાજુ ના ગામડા વાળા હટાણું કરવા આવે એટ્લે એમ કે છે કે ચાલો કાંપ માં જઇએ મૂળ કાંપ એટલે આજ નું સુરેન્દ્રનગર અને ઇ સુરેન્દ્રનગર નું નામ પણ વઢવાણ ના રાજા સુરેન્દ્રસિંહજી ના નામ પરથી રાખવામા આવ્યું છે
થોડાક વર્ષો પેલા ની વાત છે વઢવાણના રાજા ઠાકોર સાહેબ શ્રી દાજીરાજસિંહજી પોતાની ની રૈયત પર કેટલો અપાર અને અસીમપ્રેમ હતો એના અસંખ્ય ઉદાહરણ છે પણ આ એક જ ઉદાહરણ એમની પ્રજાવાત્સલતાના પુરાવા માટે પૂરતું છે.આજપણ જગત આખું જાણે છે કે વઢવાણ ના રસ્તાઓ સાંકડા છે.એ જમાંનામા કોઈનું લશ્કર અચાનક નગરમાં પ્રવેશીને હલ્લો કરે તો સાંકડા રસ્તા પરથી ઝડપથી પસાર ના થઈ સકે એ માટે કદાચ આ રસ્તાઑ સાંકડા રાખવામા આવ્યા હતા.વાત એમ બને છે કે દાજીરાજસિંહજી એક દિવસ સજીધજીને નગરચર્ચા કરવા મોટર લઈ ને નીકળે છે નીકળતા નીકળતા એમ કેવાય છે આજે જે ખારવાની પોળ નો દરવાજો છે ત્યાં થી અંદર પ્રવેશે છે અને અને ઇ જ્યારે અંદર પ્રવેશે અને સામેની બાજુ થી એક ખેડૂત ભરોટિયું ભરેલું ગાડું લઈ ને આવે છે અને એમાં સામેથી ખેડૂત આવતો જોઈને મોટર ના ડ્રાઈવર હોર્ન મારે છે હોર્ન નો અવાજ સાંભળી ને બળદો થાય છે ભૂરાટા અને ખેડૂત ના કાબૂ બહાર વ્યા ગ્યાં અને રાજા ની મોટર સામે આવીને ઊભો રહી જાય છે. અને બંને એક બીજાની સામ સામા આવી જાય છે.
                       પણ ખેડૂત ના મનમાં તો ફફડાટી બોલવા લાગી એના મનમાં થયું કે આજ તો નક્કી આવી બન્યું રાજાજી આ બધુ નિહાળે છે અને ખેડૂત નું ભરોટિયા અને બાપુ ની મોટર છેક  એકબીજાની નજીક આવી ગ્યાં.
                        ત્યારે રાજાજી ના ડ્રાઈવર ખૂબ ગુસ્સે થયો અને ખેડૂત ની દેવા માંડ્યો મણ મણ ની ગારુ ,ડ્રાઈવર એ ખેડૂત ને કીધું કે જોતો નથી તારો બાપ ગાડીમાં બેઠો છે ગાડું પાછળ વાળ એટલી ભાન નથી પડતી કે સામેથી દાજીરાજસિંહજી આવે છે.ખેડૂત ના પગ તો ધ્રૂજવા લાગ્યા હમણાં રાજાજી કઈક કેસે .મનમાં ગભરાટ વ્યાપી ગ્યો ...આતો રાજ ના ધણી નું વાહન ..એ પાછું ન વળે ...રાજા રસ્તો ના બદલે ...આ વાત ખેડૂત પણ જાણતો હતો પણ મુસકેલિ એ હતી ગાડું પાછું વળે એમ ન હતું એક જ ઉપાય હતો બળદ છોડી ને ગાડું ખાલી કરે ..પણ એમાં સમય જાય. બાપુ ગાડી માં બેઠા બેઠા આખો તમાશો જોઈ રહ્યા હતા .એટ્લે દયાળુ દિલ નો દુલ્લો રાજા પોતાના રાજા ના ખેડૂત ની મૂંઝવણ કળી ગ્યો.. એમને તરત જ ખુલ્લા ડ્રાઈવર ને હાકલો કર્યો કે “મુળુભા ..... આપણી ગાડીને ગેર હોય ...આ ગાડા ને ગેર ન હોય ...ગાડી પાછી વળે....ગાડું પાછું ન વળે ...માટે ગાડી પછી વાળો
ડ્રાઈવર મુળુભા તો અવાક થઈ ગ્યો .... રાજનો ધણી રસ્તો બદલવાની વાત કરે એ વાત કઈ રીતે ગળે ઉતરે ....?જે રાજા એ સ્વમાન ખાતર મોરબીના વાઘજી ઠાકોર સામે બાથ ભીડેલી અરે સ્વમાન માટે બ્રિટિશ સલ્તનત સામે ઝીંક ઝીલેલી ...આવો સ્વમાની રાજા એક ખેડૂત સામે પોતાનું વાહન પાછું વાળીને ખેડૂત ને રસ્તો આપી દેવાનો હુકમ કરે એ વાત કઈ રીતે માનવામાં આવે ..
                      બાપુ ડ્રાઈવરની મૂંઝવણ જાણી ગ્યાં હોય એમ મ્માળું હસતાં હસતાં બોલ્યા કે મુળુભા ....આ ખેડૂત તો મારો બાપ છે ,હું ઇનો બાપ નથી કારણ કે એની કમાણી ના નાણાં રાજને મળે છે અને એમાથી રાજ ચાલે છે
                    પછી તો બાપુ એ ગાડી પછી લીધી અને ખેડૂત તેના રસ્તે ચાલ્યો જાય છે રાજાજી પછી એમના રસ્તે
||यशो भूषणम सर्वदा वर्धमानम::||

    ધન્ય છે આ રાજાજી દાજીરાજસિંહજી હાલ માં જેમના નામે દાજીરાજ હાઈસ્કૂલ છે        
જય સિદ્ધનાથ 
 જય માતાજી   

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ