માતૂભાષા

મીત્રો,આ બ્લોગ હુ ગુજરાયતી માં એટલા માટે લખુ છુ કે ગુજરાતી આપણી માતુભાષા છે.જેને માન આપવુ આપણી ફરજ છે.આ અંગ્રેજી ના જમાનામા ગુજરતી ભાષા ખોવાતી જાય છે. જિંદગી માં બે વસ્તુ કદી ભુલવી ન જોઇએ એક તો આપણી માં જગજનની,જન્મદાતા જેનુ વર્ણન કરી એ એટલુ ઓછુ પડે.અને બીજી આપણી માતૂભાષા.મને ગર્વ છે ગુજરતી મીત્રો
ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષા ને ગૌરવ અપાવવા ઘણા પ્રયત્નો કરી રહા છે આ મીત્રો ને મારા તરફ થી સલામ .
તો ચાલો આપણે ગુજરાતી ભાષા ને આગળ લાવવા આજ થી જ કાર્યરત થઇ.
મને આશા છે કે આપ સૌ મારા આ નમ્ર્ પ્રયાસ ને વધાવી લેશો .
ગુજરાતી દુનિયા ના ખુણે ખુણે વસી ગયા છે પણ ગુજરાતી ભાષા પ્રત્યે નો પ્રેમ દેશ માં હોય કે પછી વિદેશ માં એટલો જળવાય રેહવો જોઇએ.
આખી દુનિયા માં ગુજરાતી બોલનાર ની સંખ્યા લગભગ ૬૫.૫ કરોડ છે અને વિશ્વ માં ૨૬ મુ સ્થાન ગુજરાતી છે.અમુક ગુજરાતી ભાષા ના પ્રકાર રજુ કરુ છુ ..
૧.મહેસાની ૨.નાગરી ૩.બોમ્બે ગુજરાતી ૪.સુરતી ૫.ચરોતરી ૬.વડોદરી ૭.અમદાવાદી ૮.પઠાણી ૯.પારસી ૧૦.ઝાલાવાડી ૧૧.સોરઠી ૧૨.હાલાડી ૧૩.ભાવનગરી
મિત્રો મારી એક જ વિનંતી છે કે આ હાય અને બાય ને છોડો અને કેમ છો અને આવજો જેવા શબ્દ નો ઉપયોગ કરી ગુજરાતી ભાષા ને માન આપજો.
                                                                                                                           ...........ખાંદલા 
 
                                                                                                                
      
  
   
       



Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ