હનુમાન ચાલીસા શુ છે તેનુ વર્ણન નો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ..

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ  શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ  હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ  હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ  હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥
ભાવાર્થ  આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
ભાવાર્થ  આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥
ભાવાર્થ  હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
ભાવાર્થ  આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥
ભાવાર્થ  આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભાવાર્થ  આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥
ભાવાર્થ  આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
ભાવાર્થ  આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભાવાર્થ  હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં 
ભાવાર્થ  “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥
ભાવાર્થ  શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
ભાવાર્થ  યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥
ભાવાર્થ  આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
ભાવાર્થ  આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
ભાવાર્થ  જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
ભાવાર્થ  આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
ભાવાર્થ  સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
ભાવાર્થ  આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
ભાવાર્થ  આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥
ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ  હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥
ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥
ભાવાર્થ  જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ભાવાર્થ  રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥
ભાવાર્થ  આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥
ભાવાર્થ  હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥
ભાવાર્થ  હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ  આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ભાવાર્થ  આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥
ભાવાર્થ  હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥
ભાવાર્થ  હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥
ભાવાર્થ  હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥
ભાવાર્થ  જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
ભાવાર્થ  ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥
ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

                                    જય કષ્ટભજન દેવ ની જય્ઃ||
                                    જય સિધ્ધનાથ મહાદેવ્ઃ||

 

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ