નરેન્દ્ર મોદી-ગુજરાત નો સાવજ

જેનું નામ ગુજરાત ની 6 કરોડ જનતા હૈયે હૈયે હોય એવા લોકપ્રિય નરેન્દ્ર મોદી ના વ્યક્તિગત જીવન ની થોડી વાત કરવી છે


                         નરેન્દ્ર મોદી જેમનું પૂરું નામ નરેન્દ્રભાઈ  દામોદરદાસ મોદી જેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબ માં  17 સપ્ટેમ્બર 1950 ના રોજ મેહસાણા જીલ્લા ના વડનગર ખાતે થયો હતો .તેમના પિતા દામોદરદાસ મુલચંદ જેઓં નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા અને માતા હીરાબા ગુર્હિણી હતા.મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી. 

                     નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.

               તેમના સૌથી મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી આરોગ્યખાતામાં નોકરી કરતા હતા. અત્યારે તો તે નિવૃત થઈ ગયા છે અને વડનગરમાં એક વૄદ્ધાશ્રમ ખોલી સમાજ સેવાનું કામ કરે છે. તેની સાથે-સાથે તેઓ જ્ઞાતિ અને સમાજ માટે બીજાં પણ ઘણાં સેવાનાં કામ કરે છે.બીજા નંબરના ભાઈ છે, અમૄતભાઈ દામોદરદાસ મોદી. આ ભાઈ અત્યારે લેથ મશીનના ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. તેઓ અત્યારે અમદાવાદમાં જ વસે છે.નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા નંબરના ભાઈ પ્રહલાદભાઈ મોદી અત્યારે અમદાવાદમાં રેશનિંગ એશોસિયેશનના પ્રમુખ છેનરેન્દ્રભાઈના સૌથી નાના ભાઈ પંકજભાઈ દામોદરદાસ મોદી અત્યારે માહિતી ખાતામાં નોકરી કરે છે. તેઓ અત્યારે ગાંધીનગરમાં તેમના સરકારી ક્વાર્ટરમાં જ રહે છે. નરેન્દ્રભાઈનાં માતા પણ તેમની સાથે જ રહે છે.પાંચ ભાઈઓ વચ્ચે એક જ બહેન છે. તેમની બહેનનું નામ વસંતીબેન છે. તેઓ અત્યારે વિસનગરમાં રહે છે અને ગૃહિણી જ છે. તેમના પતિનું નામ હસમુખભાઈ મોદી છે અને તેઓ નવૃત એલઆઇસી ઓફિસર છે.

                   નરેન્દ્રભાઈના બાળપણના મિત્રો અને પડોશીઓના કહેવા મુજબ નરેન્દ્રભાઈ નાનપણથી બહુ બહાદુર અને પ્રેમાળ હતા. શિસ્તના આગ્રહી તો હતા જ, પરંતું સાથે સાથે ટીખળી અને મસ્તીખોર પણ હતા. 
ભરત ભાઈ મોદી કહે છે કે નરેન્દ્રભાઈ બાળપણથી જ સાહસિક બહુ હતા. તેઓ દરરોજ ૪૦ એકરના વિશાળ શર્મિષ્ઠા તળાવના કૃષ્ણા આરાથી નાહવા પડતા. આ તળાવની ઊંડાઈ પણ બહું છે, તેમાં ડુબવા વાળા આજ સુધી ભાગ્યે જ બચીને પાછા આવે છે. તેથી આજે પણ લોકો તેમાં નાહવા જતાં ડરે છે. તે સમયે તો તળાવમાં મગર પણ બહુ હતા, તોપણ મગર વચ્ચે તેઓ ડર્યા વગર જતા અને તરતા પણ. તેમાં એક વાર તો મગરનું બચ્ચુ ઘરે પણ લઈ આવ્યા હતા, જેને જોઇને બધાના હોશ ઉડી ગયા હતા
                   
                  હરગોવનભાઈ પટેલ કહે છે કે, તેમનો બીજો એક અનુભવ જણાવતાં હરગોવનભાઈએ કહ્યું, "મારુ ગામ સબલપુર વડનગરથી થોડુ દૂર હતું. તે સમયે સબલપુરમાં છાસ મફત મળતી એટલે મોદી ઠેક સબલપુર ચાલીને છાસ લેવા આવતા. તેમાં તો મોદીના ચપ્પલ પણ ઘસાઈ ગયા હતા, તેવું નરેન્દ્રભાઈ કહેતા." 
                    તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું, "તે સમયે વડનગમાં મહાલક્ષ્મી ઓઇલ કંપની હતી અને મોદી તે સમયે ત્યાં પાંચ પૈસામાં તેલના ડબા ઉપાડતા." અત્યારે તો તે થોડા સમયથી બંધ થઈ ગઈ છે.
નરેન્દ્રભાઈના બાળપણના ખૂબ જ અંગત મિત્ર શામળદાસ માધવલાલ મોદીએ કહ્યું, "નરેન્દ્રભાઈ મને હંમેશાં કહેતા કે, એક દિવસ હું કૃષ્ણ બની અને તું સુદામા બનીશ. તે સમયે નરેન્દ્રભાઈને શોધવા હોય તો, બે જ જગ્યા નક્કી હતી, એક શર્મિષ્ઠા તળાવ અને બીજુ અમારા ગામનું ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક પુસ્તકાલય."  
                   
                   નરેન્દ્રભાઈ વિશે પોતાની જૂની યાદો તાજી કરતાં લક્ષ્મીબેન પટેલે કહ્યું, "રેલ્વેસ્ટેશન પર ટ્રેન આવે ત્યારે નરેન્દ્રભાઈને ઠિંગડાવાળી ચડ્ડીમાં પાંચ-પાંચ પૈસામાં પાણીના ગ્લાસ વેંચતા તો મેં પણ જોયા છે" 1969માં નરેન્દ્ર મોદીના મોટાભાઈ તેમને અમદાવાદ ભણવા લઈ ગયાં હતાં. ત્યાં તેમના ભાઈની ચાની કીટલી હતી અને ત્યાં નરેન્દ્ર મોદી ચા બનાવતા અને વેંચતા પણ હતા. ત્યાં તેમના ભાઈ સાવ નાની ખોલીમાં રહેતા હોવાથી રાત્રે સૂવાની પણ જગ્યા નહોતી. તેથી તેઓ સંઘના કાર્યાલયમાં સૂવા જતાં અને ત્યાં જ તેમની મુલાકાત લક્ષ્મણરાવ ઇનામદાસ (વકીલ સાહેબ) સાથે થઈ હતી. વકીલ સાહેબની રોજીંદી મુલાકાતથી જ તેઓ સંઘના વધું પ્રભાવમાં આવ્યા અને સંઘમાં પ્રવેશ્યા. વકીલસાહેબ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક હતાં.1989માં તેમના પિતા બહુ બિમાર હતા ત્યારે તેમની ખબર કાઢવા અને તેમના મૃત્યુ સમયે કાંધ આપવા જ ઘરે આવ્યા છે, આ સિવાય બીજા કોઇ સારા-માઠા પ્રસંગમાં મોદી ઘરે આવ્યા જ નથી. 
                              ડૉ. વસંતભાઈ પરીખે તે સમયે 'ધરોઇ લાવો, ઉત્તર ગુજરાત બચાવો' અભિયાન ચલાવ્યું હતું. તેઓ તે સમયે ધારાસભ્ય હતા. તે સમયના યુવા કાર્યકરોમાં નરેન્દ્રભાઈ પણ હતા. તેમણે યુવાટીમની આગેવાની લીધી હતી.વસંતભાઈ પ્રખર સમાજસેવક હતા. નરેન્દ્રભાઈએ સૌપ્રથમવાર અમદાવાદ, વડોદરા વટાવ્યું તો, તે પણ વસંતભાઈ સાથે જ. ૧૯૬૮-૬૯માં તેમણે અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદનો એક કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમ વડનગરની વિષાનગરની વાડીમાં યોજ્યો હતો. તેમાં નરેન્દ્રભાઈએ નેતાગીરી સંભાળી હતી. સંઘઠનાત્મક ગુણ તો તેમનામાં બાળપણથી જ હતો. 
................................................................................(ક્રમશ)
                                                                     રેફરન્સ : દિવ્યભાસ્કર 

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ