રામાયણ માં મંથરા નુ પાત્ર...

કવિ શ્રી કાગ એમ લખે છે કે
"ઋષી વિસ્વામીત્ર એ જેના જોયા હતા સઘળા જોષ તોય સીતા એ જીવન માં સંતોષ કદી ન ભાળ્યો કાગડા"||
                         પણ કહેવાય છે કે ભગવાન રામ જયારે અવધ માંથી વન તરફ જવા ધીરે ધીરે ડગલા માંડયા ત્યારે માં જાનકી હારે તૈયાર થાય છે એ તો એક ઇતિહાસ પ્રદ વાત છે એ તુલસીદાસ મહાત્માં એ પણ લખ્યુ છે અનેક મહાનુભાવો એ પણ લખ્યુ છે.  પણ મારે આજ ઇ વાત કરવી છે કે ચારણો એ જે કલ્પના કરી છે અને રામાયણ ના અમુક પાત્રો ને જે અન્યાય થયો છે એની તર્કબધ્ધ ચારણો જે વાત કરી છે એના બે ત્રણ પ્રસંગ ની વાત કરવી છે એમાં એક પાત્ર મંથરા છે.  મંથરા જો અપવિત્ર હોય્,પાપી હોય ,કપટી હોય તો પેલા દ્શરથ ના દરબાર માં કૈકય ની દાસી તરીકે જ ના હોય .દશરથ નો દરબાર કે જેની ઇન્દ્ર પણ આશા કરે,જગત ના નાથ ને જેના ગળે અવતરવાનુ મન થાય એવા દરબાર ગઢ માં કોઇ દી અપવીત્ર,કપટી,પાપી દાસી ન હોય શકે.બીજી વાત ઇ કે રામે પોતાના સ્વમુખે કહેલુ છે કે સંસાર નો કોઇ પણ જીવ એક સેકન્ડ માટે મારી સન્મુખ થાય એટલે મારી દ્ર્ષ્ટી પડે એટલે એના કરોડો જન્મ ના પાપ બળી ને ભષ્મ થઇ જાય તો પછી મંથરા એ તો હજાર વખત રામ નુ મોઢુ જોયુ હસે તો તેના માં પાપ ટકી શકે નહી.તો મંથરા ને પાપી ગણવી કે રામ નુ પુર્વ આયોજીત વાત હતી શુ કામ આ પ્રસંગ બન્યો એનો ખુલાસો ચારણ કવી કરે છે .
       
               દશેરા ના દિવસે પુજન કરી ને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ માં પોતાના દરબાર ગઢ માં ડગલા માંડ્યા છે ત્યાં પોતાના ચોથા દિવસ નુ સ્નાન કરીને જગદ્ંબા જાનકી છે એ બારણા પાસે એક નકુચા માં પોતાની આંગળી ભરાવી ને ટગર ટગર ટગર રામ ને આવતા જોવે છે એક હાથ માં ચુડીયુ ખખડાવી રહા છે.મંથરા એ જ્યારે આ દ્ર્ષ્ય જોયુ ત્યારે એટલે એ વિચાર કરે છે આંખો બંધ કરે છે સામે થી ભગવાન રામ આવે છે .રામ ની જે મુર્તિ હતી એ આંખ માં કંકારી લીધી પોતાના હ્રદય માં ઉતારી લીધી અને મન માં વિચાર કરે છે ઓ હોહોહોહ્!!!   જગદ્ંબા જાનકી કેવી ભાગ્યશાળી છે કે કેવા પુરુષ ના હાથ ની ચુડલી પેહરી છે આ પુરુષ ના હાથ ની ચુડલી હુ ત ન પહેરી શકુ ?
આવો મન માં વિચાર કરે છે ત્યા ભગવાન રામ આવ્યા .ધ્યાનસ્ત થઇ ગઇ છે મંથરા .
રામ જગાડે છે .
રામઃ મંથરા કોનુ ધ્યાન ધરેસ?
મ્ંથરાઃ હજુર આપન ધ્યાન ધરુ છુ!!
રામ્ઃ મ્ંથરા તારા હ્ર્દય માં એવુ છે ને કે હુ એવા પુરુષ ની ચુડલી પેહરુ કે જે કદી નંદવાય નહી,મારી ચુડ્લી પેહરવા માટે ધ્યાનસ્ત થઇ તી ને.!!!!!!
મંથરાઃ હા,મહારાજ ખોટુ નહી બોલુ!!પણ જગદંબા જાનકી આજે રૂડી લાગે છે એના હાથ માં ચુડીયુ પણ રૂડી લાગે છે એ જોઇને મને એમ થાય છે આવા પુરુષ ની ચુડલી હુ ન પહેરી શકુ?
રામ્ઃ મંથરા ઇ ચુડી પેહરી શકાય પણ તારે મારુ કામ કરવાનુ છે.મે જે અવતાર લીધો છે એમાં તુ ઉપયોગી બન તો આ અવતાર માં તો ન પહેરાવી શકુ પણ આવતા અવતાર માં ક્રુષ્ણ તરીકે અવતરવાનો છુ .મ્ંથુરા ની જેલ માં જન્મવાનો છુ અને કંસ ની દાસી તરીકે કુગજા તરીકે હોઇશ ત્યારે તને ચુડલી પેહરાવીસ .
મંથરાઃ પ્રભુ   કામ શુ?
રામ્ઃ કાલે મને રાજ મળવાનુ છે પણ મને વન મળે એવુ કાઇ ક કરી દે.તુ બુધ્ધીશાળી છે અને તુ જ આ રસ્તો કાઢી શકે છે.


ભગવાન રામ ના કહેવાથી મંથરા એ કૈકય ને ચડાવી હતી .મંથરા કોઇ પાપી ,અપવિત્ર ,કપટી ન હ્તી.
    

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ