થોડુ મારા વતન વિષે.............


રાજ મહેલ -વઢવાણ સ્ટેટ 
સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર-વઢવાણ  ગેટ 






હુ વઢવાણ શહેર નો વતની છુ કે જે ઝાલાવાડ તરીકે પ્રખ્યાત છે કે જે સંતો,મંહ્તો અને કવીઓની જન્મ ભુમી છે.ક્વી શ્રી દલપત રામ,ઝવેરચ્ંદ મેઘાણી,બચુદાન ગઢવી ,સી.યુ.શાહ્,બાબુ ભાઇ રાણપુરા જેવા ખ્યાતનામ કલાકર  કે  જેમને આખી દુનિયા માં ઝાલાવાડ નુ નામ રોશન કર્યુ છે આ ઇ ઝાલાવાડ !!!! આ સોરાષ્ટ્ર નો ગેટ છે કે જ્યાં થી સોરાષ્ટ્ર ની હદ શરૂ થાય છે.ગુજરાત ની વચે આવેલુ આ જીલ્લૉ ગુજરાત નુ હાર્ટ્ કેહવાય છે.ભારત મા સુરેન્દ્રનગર એક જૈંન સ્થાનક્વાસી માટે નુ મેઇન સેન્ટર છે જે થી આ શહેર ને વાણીક ઓનુ સીટી પણ કહેવામા આવે છે. અહીયા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે જેથી કપાસ ના ઉત્પાદન માટે આ જીલ્લો મોખરા નુ સ્થાન ધરાવે છે. સુરેન્દ્ર્નગર ના જોવાલાયક સ્થળો મા તરણેતર નો મેળો,સતી રાણક દેવી નુ મ્ંદિર ,ચામુડા માતાજી નુ મંદિર(ચોટીલા),નળ સરોવર વગેરે ઘણા ખ્યાતનામ સ્થળો છે.

ઝવેરચંદ મેઘાણી એક રચના છે જે મને ખુબ ગમે છે.
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના  હૈયામાં  પોઢંતા  પોઢંતા  પીધો  કસુંબીનો  રંગ;
ધોળાં  ધાવણ કેરી  ધારાએ  ધારાએ  પામ્યો કસુંબીનો  રંગ… રાજ..
                        
               વઢવાણ ભોગાવા નદી ના કિનારે આવેલુ એક વિકસીત  તાલુકો અને રજવાડુ છે.વઢવાણ ની માત્ર આંખ નહી ,અતરની પણ ઓળખાણ કરવા જેવુ નગર છે.ભગવાન મહાવીર સ્વામી ના પગલા થી વર્ધમાનપુર બનેલુ આ નગર બે-અઢી હજાર વર્ષ પુરાણુ છે.અહીનો ગઢ ,અહીંના પ્રાચીન સ્મારક,આ નગર નો ઇતિહાસ,અહીંની માટી ન જન્મેલા રત્નો ,અહીંના રાજવીઓ આ બધા વિષે જે જાણવા મળ્યુ છે તે ખરેખર આંખ ને આંજી નાખે અને અંતર ને ભીંજવી દે એવુ છે.                 વઢવાણ નો મુળ ઇતિહાસ એવો છે કે કોઇ ધનદેવ નામનો વેપરી પાંચસો ગાડા સહિત ભોગાવો ઉતરી રહ્યો હતો.એ વખતે એક બળદ થાકી ગયો.ધનદેવે ગામમાંથી બે સારા માણસો ને બોલાવી ,બળદની સાર સંભાળ માટે પૈસા આપીને એ બળદ સોંપી દીધો.ધનદેવ તો ચાલ્યો ગયો પણ એ બંન્ને માણસ લાલચુ હોવાથી બળદ ની દરકાર ન કરી.બળદ ભુખે-તરસે મરી ગયો અને "શુલપાણદેવ" થયો....એણે ગામ ઉપર મરકીનો કોપ મુક્યો ...માણસો અને જનાવર ટપોટપ મરવા લાગ્યા..હાડકાંના ઢગલાં થઇ ગયા.શુલપાણદેવને શાંત કરવા લોકોએ ભોગાવાના કાંઠે પોઠિયોના નામથી ત્યા તેની મુર્તિની સ્થાપના કરી.લોકો એની પુજા કરવા લાગ્યા.તેથી મરકી શાંત થઇ.
             એ દરમિયાન જૈનોનાં ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા.રાત્રે શુલપાણદેવે એમનુ પારાવાર કષ્ટ આપ્યું.પર્ંતુ સહનશીલતાના ના સમ્રાટ એવા મહાવીર સ્વામી જરા પણ ચલીત થયા નહી આ જોઇ શુલપાણદેવ ભગવંતના પગ માં પડી ગયો.એમનો ભક્ત બની ગયો.શુલપાણદેવના હુકમથી એની જ દેરીમાં મહાવીર સ્વામીનાં વાજતે-ગાજતે પગલાં કરાવાયા.જે આજે પણ હયાત છે.હાડ્કા પર શહેર વસેલ હોવાથી "અસ્તિતગ્રામ" નામ પડેલ પણ મહાવીર સ્વામીનાં પધારતા તેમના નામ પરથી "વર્ધમાન પુર " નામ પડયુ.કાળે કરીને આ નામનો અપભ્ર્ર્શ થતા "વઢવાણ" થયુ.
              ઉજ્જૈન નગરના રાજા વીર વિક્રમનાં પિતા ગંધર્વસેન ત્ર્ંબાવતટી(ખંભાત)માં રાજ કરતા હતા.એણે અમુક વખત વઢવાણ માં રાજ કર્યુ હતુ.એની સાબિતી રૂપે "ગધેપીર" નામનુ તળાવ અને ગધૈયા હજુ પણ નીકળે છે.શહેર વચ્ચે એક મસ્જીદ છે.તેને પાડા મસ્જીદ કહે છે પણ એનો મુળ ઇતિહાસ એવો છે કે "પાજા" નામનો વણિક ત્યાં રહેતો હ્તો.એ ઘી-તેલ નો પરચુરન વેપાર કરતો હતો એક વખત "વસી" નામની ભરવાડણ ઘી વેચવા આવી.ઘીની તાવણ અને એંઢોણી પાજાની દુકાને મુકીને હટાણું કરવા ગઇ.પાજાએ તાવણમાંથી ઘી તોળીને તાવણ એઢોંણી પર મુકતા એ ભરાઇ ગઇ.વણિક સમજી ગયો કે આ ચમત્કાર એંઢોણીનો જ છે.વસી હટાણુ કરીને આવી ત્યારે પાજાએ પૈસા અને તાવણ આપી દિધા પણ એંઢોણી ખોવાઇ ગઇ છે એમ કહિને પોતાની પાસે રાખી લીધી.પછી તો એ ચમત્કારીક એંઢોણી પર તાવણ મુકીને રાત ને દિવસ ઘી કાઢવા માંડ્યું.દેવ પ્રભાવે એ ખુટયુ નહિ.પાજા પાસે ધનનો ઢગલો થઇ ગયો.એણે પોતાનુ નામ રાખવા પોતાના ધર્મના ૫૦૦ દેરા બંધાવ્યા.સારા પ્રતાપ વસી ભરવાડણનાં માની એનુ નામ "પાજા વશી" નાં દેરા રાખ્યુ.આ પાડા મસ્જીદ મુળ ઉપર મુજબ જૈનનું"પાજા વસી"નામનુ દેહરું હ્તુ.પર્ંતુ મુસલમાન સમયમાં એને તોડી,એમાં ફેરફાર કરી પાજાને બદલે પાડા અને વસી ને બદલે મસ્જીદ.એમ અપભ્રંશ થવાથી"પાડા મસ્જીદ" નામ પડ્યું.
             આ મસ્જીદ પાસેની શેરી ભોંયરા પાનાં નામે ઓળખાય છે.ત્યાં ભોયરું હોવાનું કહેવાય છે.આ મસ્જીદ વિક્રમ સંવત ૧૫૦૪ માં અમદાવાદનાં બાદશાહ સુલતાન અહમદશાહનાં વખતમાં બાંધવામાં આવેલ છે.

                                                         

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ